• શુક્રવાર, 19 જૂન, 2026

દિલ્હી-ભુજ ટેનમાં કચ્છના પરિવારને કડવો અનુભવ

ગાંધીધામ, તા. 18 : દિલ્હી-ભુજ ટેનના એસી ડબ્બામાં મુસાફરીનો કચ્છના એક પરિવારને કડવો અનુભવ થયો હતો. ચાલુ ટેને રાત વચ્ચે અજાણ્યા આરોપીએ રોકડ રકમ સાથેના પાકિટની ઉઠાંતરી કરી હતી. જેને પ્રવાસીઓની સુરક્ષાના મુદ્દે સવાલો ઊઠયા હતા. બહાર આવેલી વિગતો અનુસાર  કચ્છનો એક પરિવાર  ગત મંગળવારે ગત તા. 16/6ના દિલ્હી-ભુજ દૈનિક ટેનમાં મુસાફરી કરી રહ્યો હતો. દરમ્યાન જયપુર પાસે રાત્રિના 1 વાગ્યાના અરસામાં અજાણ્યા આરોપી સેકન્ડ એ.સી. ડબ્બામાં કપાર્ટમેન્ટની અંદર છેક બારીના ઉપરના ભાગેથી અજાણ્યો  મહિલાના પાકિટની ઉઠાંતરી કરી ગયો હતો. ભારે શોધખોળ બાદ રેલ પ્રશાસન અધિકારીઓને આ અંગે જાણ કરાઈ હતી. થોડા સમય બાદ અન્ય એ.સી. ડબ્બાના શૌચાલયમાંથી ગુમ થયેલ પાકિટ મળી આવ્યું હતું. અલબત્ત, તેમાંથી અંદાજિત 10 હજાર જેટલી રોકડ લઈ લેવાઈ હતી. આ અંગે  રેલવે પોલીસને પણ જાણ કરાઈ હતી. પ્રીમિયમ કક્ષાના સેકન્ડ એસી ડબ્બામાં પ્રવાસીઓ અને તેમના સામાની સુરક્ષા માટે એક પણ સુરક્ષા કર્મી ન હોવાની ભોગ બનનાર પરિવારે ફરિયાદ કરીને રેલ સુરક્ષા મુદ્દે સવાલો ઉઠાવ્યા  હતા. નોંધપાત્ર છે કે, છેલ્લા કેટલાય સમયથી કચ્છના રૂટે આવતી-જતી અનેક ટેનોમાં સમયાંતરે કિંમતી સામાનની ચોરી થતી હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. અલબત્ત, પ્રશાસન દ્વારા આવા ગુના ઉકેલવા અને તેને થતા અટકાવવા માટે ખાસ રસ ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આવા સમયે રેલવે સુરક્ષા માટે મુકાયેલા એસ્કોર્ટ સ્ટાફ સહિતનાની જવાબદારી નક્કી સંબંધિતો દ્વારા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી  ન હોવાના કારણે આ પ્રકારના બનાવો બનતા હોવાનું જાણકારોએ ઉમેર્યું હતું. ટેનમાં મુસાફરી કરતા  પ્રવાસીઓને પોતાના સરસામનની ખાસ તકેદારી  રાખવા  મુદ્દે જાગૃત રહેવા જાણકારોએ અપીલ કરી હતી. એસી ડબ્બામાં  જવાબદારી નિભાવતા કેટલાક તત્ત્વો જ  સામાન ચોરીના કારસામાં જોડાયેલા હોવાનો આક્ષેપભર્યો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. રેલવે પોલીસ દ્વારા  કથિત શંકાસ્પદ કર્મચારીઓની વિગતો એકત્રિત કરી તપાસ આરંભે, તો અનેક બનાવોનો ભેદ ઉકેલાઈ શકે તેમ છે. 

Panchang

dd