• રવિવાર, 21 જૂન, 2026

મુંદરામાં વધુ એક ખનિજચોરી ઝડપાઈ : 20 લાખનો મુદ્દામાલ કબજે

મુંદરા, તા. 18 :  અહીંની મામલતદાર કચેરી ટીમ દ્વારા ખનિજચોરી સંદર્ભે ધરાયેલી વધુ એક કાર્યવાહીમાં મુંદરામાં રોયલ્ટી વિનાનો અંદાજિત 15 મે.ટનની  સાદી મોરમ સહિત રૂ. 20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ગુરુવારે ફિલ્ડ વિઝિટ દરમિયાન પાવાપુરી ચોકડી પાસે રોયલ્ટી વગરની સાદી મોરમ ભરેલી નંબર વગરની ટ્રક કબજે કરાઈ હતી, જેના ડ્રાઇવર ઇશ્વરભાઇ મેઘવાળ પાસેથી અંદાજિત 15 મે. ટનનું ગેરધોરણે પરિવહન કરાતો જથ્થો ઝડપાયો હતો. આ કાર્યવાહી જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, પ્રાંત. અધિકારી બી.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મામલતદાર મુંદરાની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી.  ગાડી તથા ખનિજ અંદાજિત કિંમત રૂ. 20 લાખનો મુદ્દામાલ કબજે કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરાઈ છે. 

Panchang

dd