• શુક્રવાર, 19 જૂન, 2026

ગાંધીધામમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ સાયકલ લઈને મામલતદાર કચેરી પહોંચી

ગાંધીધામ, તા. 12 : દેશમાં પેટ્રોલ ડીઝલ તેમજ ઘરેલુ ગેસ,સીએનજી માં જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ભાવ વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘરના બજેટ ખોરવાઈ ગયા છે. આ અસહ્ય મોંઘવારીને લઈને ગાંધીધામ કોંગ્રેસે મામલતદાર કચેરી પાસે ધારણા કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગાંધીધામ કોંગ્રેસે મોંઘવારી ઉપરાંત પેપર લીક ના કારણે પરીક્ષા રદ કરવી પડી હતી જેના કારણે લાખો વિદ્યાર્થીઓ ને માનસિક યાતના નો ભોગ બનવું પડ્યું છે. આ તમામ મુદ્દાઓને લઈને પ્રધાનમંત્રી ને સંબોધીને લખેલો પત્ર મામલતદારને પાઠવ્યો હતો   આ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા સાયકલ લઈને મામલતદારની કચેરીમાં અંદર પહોંચ્યા હતા.આ વેળા એ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રાસિંહ ઝાલા. માજી ધારાસભ્ય વાલજીભાઈ દનિચા. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપ પ્રમુખ નિતેશભાઈ લાલણ, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધા સિંહ ચૌધરી. શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉમાબેન સેની. ચૂંટાયેલા પ્રતિનિધિ ખીમજીભાઇ રોલા,સાજીદ ભાઈ કકલ, મનિષાબેન વણકર, દેવીબેન પરમાર, બળવંતાસિંહ ઝાલા. રમેશભાઈ પ્રજાપતિ, કુલદીપાસિંહ ગોહીલ, નરેન્દ્રભાઈ કેલા, મંગલભાઈ બડીયા, સબીરભાઈ કુરેશી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમ મહામંત્રી લતીફ આર ખલીફા એ જણાવ્યું હતું. 

Panchang

dd