વિથોણ (તા. નખત્રાણા), તા. 12 : પાટીદાર યુવા
સંઘ કચ્છ રિજિયને જ્ઞાતિના 235થી વધુ વિદ્યાર્થીઓને
વિદ્યારત્ન એવોર્ડ આપી સન્માનિત કર્યા સાથે કચ્છ રિજિયન યુવા સંઘની વાર્ષિક સભા યોજાઇ
હતી. યુવા સંઘ કચ્છ રિઝિયનના પ્રમખ વિપુલભાઇ ધનાણીના અધ્યક્ષસ્થાને વાર્ષિક સભા અને
સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. સવારે યુવા સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી.
જેમાં કેન્દ્રીય સમાજ સંસ્કારધામ ઉમિયા માતાજી સંસ્થાન અને મહિલા સંઘના હોદ્દેદારો
અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સભાનો પ્રારંભ દીપ પ્રાગટય અને આવકાર સાથે કરવામાં
આવ્યો હતો. ઉપસ્થિત સંસ્કારધામના પ્રમુખ ગંગારામભાઇ રામાણીએ યુવાનોની પીઠ થાબડતાં જણાવ્યું
કે, યુવાનો ભાવિ સમાજના કર્ણધારો છે અને જ્ઞાતિ
ઉપયોગી સેવાના કાર્યો કરવાની જવાબદારી યુવા બ્રિગેડિયર ટીમની છે. યુવા સંઘ પ્રમુખ વિપુલ
ધનાણી, રમેશભાઇ દડગા, હસમુખ પારસિયા,
મહામંત્રી રમણભાઇ ધોળુ, ભાવિક પોકાર, જિતેન્દ્ર ચૌહાણ, કલ્પેશ પારસિયા, નકુલ પોકાર, કલ્પેશ પોકાર, શિક્ષણ
સમિતિના ચેરમેન પીયુષ ખેતાણી, સૂરજ રામાણી, ધીરજભાઇ લિંબાણી, જયંતી નાકરાણી, યુવા મંડળના હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહીને સભા અને વિદ્યારત્ન એવોર્ડની
કામગીરી નિહાળી હતી. સરસ્વતી સન્માન કાર્યક્રમમાં પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓ,
જેઓ 80થી વધુ માર્ક
મેળવી પાસ થયા છે તેવા 235 વિદ્યાર્થી
ભાઇ-બહેનોને યુવા સંઘે પ્રતીક ભેટ આપીને બહુમાન કર્યું હતું. બાળકોને પોરસ ચઢાવવા ઇશ્વરભાઇ
ભાવાણી, પ્રવીણભાઇ ધોળુ, અબજીભાઇ
કાનાણી, શાંતિલાલ નાકરાણી, જગદીશ લીંબાણી,
જવેરભાઇ કેશરાણી, શૈલેષ પોકાર વિગેરે સામાન્ય સભા
અને વિદ્યારત્ન એવોર્ડમાં હાજર રહ્યા હતા. અબજીભાઇ કાનાણીએ યુવાનોને સમાજસેવાને સમર્પિત
રહેવા જણાવ્યું હતું. પદ અને પ્રતિષ્ઠાનો મોહ છોડીને જ્ઞાતિજનોની પરોણાગત કરવા તૈયાર
રહેવાની જરૂર છે અને વિપુલ ધનાણીએ જણાવ્યું કે સમાજ ઉપયોગી કાર્યો કરવા યુવા સંઘ કટિબદ્ધ
છે. યુવા સંઘ હંમેશાં વડીલોની સાથે રહીને કાર્ય કરશે.