• શુક્રવાર, 19 જૂન, 2026

જી.કે. જન. હોસ્પિટલમાં 19 વિભાગમાં આધુનિક ઉપકરણથી દર્દીની સેવા ઝડપી

ભુજ, તા. 11 : જી.કે. જનરલ હોસ્પિટલના કોઇ પણ આઇસીયુ વોર્ડ કે ઓપરેશન થિયેટરમાં દર્દીને બ્લડબેંકમાંથી જરૂરી ઘટકનું લોહી, દવા, દસ્તાવેજ કે રિપોર્ટની ફાઇલ ગણતરીની મિનિટોમાં ઝડપથી પહોંચાડવાની પરિવહન પ્રણાલી હોસ્પિટલમાં 19 વિભાગમાં ઊભી કરાઇ છે. ભુજમાં જી.કે. હોસ્પિટલમાં પ્રથમવાર આ પ્રણાલી શરૂ કરાતાં જુદા-જુદા વિભાગો વચ્ચે માનવ સંચાલિત કામગીરીને બદલે મશીન સંચાલિત પદ્ધતિથી બ્લડ યુનિટ કે તબીબી ઉપકરણો લઇ આવવા-જવાનું કાર્ય હવે ન્યુમેટિક રીતે કરાશે. અદાણી હેલ્થકેર વિભાગના ટ્રસ્ટી ડો. મલય મહાદેવિયા, હેલ્થકેર સેવાના હેડ ડો. પંકજ દોશી, ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઇ, ચીફ મેડિ. સુપરિ. ડો. નરેન્દ્ર હીરાણી, અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. અજિત ખીલનાનીએ કચ્છના લોકોની સેવા અર્પણ કરી હતી. ન્યુમેટિક વ્યવસ્થાથી ઇમર્જન્સીમાં કોઇ દર્દીને તુરંત લોહીની આવશ્યકતા હશે, તો બ્લડબેંકમાંથી વોર્ડમાં પહોંચી જશે. 24 કલાક કાર્યરત આ સિસ્ટમથી બ્લડબેંક સહિતની કોઇ પણ ઇમર્જન્સીને પહોંચી વળવામાં મદદરૂપ બનશે. 

Panchang

dd