• સોમવાર, 08 જૂન, 2026

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી તાલીમનું આયોજન

ગાંધીધામ, તા. 7 : ગાંધીધામ  કોલેજીએટ બોર્ડ દ્વારા દીનદયાલ પોર્ટ કૌશલ વિકાસ યોજના અંતર્ગત અંજાર તાલુકાના મોટી ખેડોઈ ગામે મહિલાઓને સ્વનિર્ભર બનાવવાના હેતુથી ભરત કામ તથા બાંધણીના તાલીમ વર્ગનું ઉદઘાટન કરાયું હતું, જ્યારે ખંભરામાં  તાલીમ કેમ્પનું  સમાપન કરાયું હતું. ઉજાસ મહિલા સંગઠનના સી.ઈ.ઓ. રીનાબેન રબારીના હસ્તે  ઉદ્ઘાટન કરાયું હતું. તેમણે તાલીમ બાદ મહિલાઓને પગભર અને આત્મનિર્ભર થવા ઉજાસ મહિલા સંગઠનના સહયોગની ખાતરી આપી હતી.  ગાંધીધામ કોલેજીએટ બોર્ડના સીએસઆરના પ્રોજેક્ટ હેડ કે. વેંકટેશ્વરલુએ જણાવ્યું હતું કે, આ પ્રોગ્રામનો હેતુ મહિલાઓનાં સન્માન અને જીવનધોરણ ઊંચું લાવવાનો છે.  દીનદયાલ પોર્ટ ઓથોરિટીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ માટે એમના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભંડોળ ફાળવવામાં આવ્યું છે.  નિમિશાબા યુવરાજાસિંહ જાડેજાએ આવકાર પ્રવચન કર્યું હતું. ખેડોઈના સરપંચ સંગીતાબેન આહીર તથા ઉપસરપંચ જયદીપાસિંહ વિક્રમાસિંહ જાડેજા, ધર્માગનાબા સોઢાનો  સહકાર મળ્યો હતો.  ખંભરા  ખાતે  હાથ ધરાયેલા બે મહિનાના  મડવર્ક તાલીમ વર્ગના સમાપન સમારોહનું આયોજન કરવામા આવ્યું હતું  આ અંતર્ગત તાલીમાર્થીઓને પ્રમાણપત્ર ગામના અગ્રણી લાધુભાઈ જીવરામ રાઠોડના હસ્તે આપવામાં આવ્યાં હતાં. તાલીમ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે ખંભરા પ્રાથમિક શાળાના આચાર્યા ઊર્મિલાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ત્રણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારી 20 બાલિકાને દીનદયાલ પોર્ટ ઓથોરિટીના પ્રથમ મહિલા  નિશા સિંઘ દ્વારા જાહેર કરેલાં ઇનામના રૂા. 30,000  આપવામાં આવ્યા હતા.  આયોજન વ્યવસ્થા પ્રોજેક્ટ ઓફિસર નયનાબેન ભટ્ટે સંભાળી હતી. આભારવિધિ નેહાબેન તરુણ રાઠોડે  કરી હતી. ખંભરા ગામના બિંદિયાબેન જિજ્ઞેશ રાઠોડ, સંજના દીક્ષિત પરમાર, રીટાબા મહેન્દ્રાસિંહ  જાડેજા તેમજ ડાહીબેન રાયમલ વરચંદ આહિર સહયોગી બન્યાં હતાં.  પ્રશિક્ષક તરીકે સેવા હેમાબેન સંદીપ રાઠોડ અને  નીતિશાબેન ગોયલે આપી હતી. 

Panchang

dd