• સોમવાર, 27 એપ્રિલ, 2026

ભુજમાં ચાલુ મતદાન દરમ્યાન જ વૃદ્ધા બેહોશ થતાં દોડધામ

ભુજ, તા. 26 : ભારે ગરમીના પગલે મતદાન કરવા આવેલાં વૃદ્ધાની હાલત કથળી હોવાના બે બનાવ ભુજમાં સામે આવ્યા હતા. આજે બપોરે 12 વાગ્યાના અરસામાં ભુજની ભીડ પ્રાથમિક શાળામાં મતદાન કરવા આવેલાં એક વૃદ્ધા ભારે ગરમીના લીધે બેશુદ્ધ થઈ ગયાં હતાં. આ બનાવના પગલે પોલીસ તથા સ્થળ પરના રાજકીય નેતાઓ તથા મતદાતાઓ તેમની વહારે આવ્યા હતા. વૃદ્ધાને રિક્ષામાં લઈ જઈ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં. આ બનાવના પગલે મતદાન બૂથ પર દોડધામ મચી હતી.  આ બનાવ ઉપરાંત ભુજની દીનદયાળ પ્રા. શાળા ખાતે બૂથ પર મતદાન માટે આવેલા આશરે પ0થી પપ વર્ષના આધેડ નૂરમામદ સુલેમાન ચાકી પણ ગરમીના લીધે ચક્કર આવતાં બેહોશ થઈ ગયા હોવાની વિગતો ફકીરમામદ કુંભારે આપી હતી. નૂરમામદ તુરંત સારવાર અર્થે લઈ જવાયા હતા. કાળઝાળ ગરમીના લીધે મતદાન બૂથ પર આવેલા વડીલોને મુશ્કેલી પડી હોવાના બનાવ સામે આવ્યા છે.  

Panchang

dd