• સોમવાર, 27 એપ્રિલ, 2026

ચરોપડીમાં ઝેરી પીણું પીધેલા કિશોરનું મોત

ભુજ, તા. 26 : અબડાસા તાલુકાના ચરોપડીમાં 16 વર્ષીય કિશોર નીરાહુકુમાર મોહમ્મદ સમસુદ્દીનનું ઝેરી પીણું પીવાના લીધે આજે મૃત્યુ થયું હતું. આ અંગે વાયોર પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ  ચરોપડીમાં રહેતો નીરાહુકુમાર છેલ્લા બે દિવસથી ઝેરી પીણું પીતો હતો. આજે બપોરે જમીને તે ઘરે સૂઇ ગયો હતો. બાદ તેને દોઢેક કલાક સુધી જગાડવા છતાં જે જાગ્યો ન હતો, આથી તેને સારવાર અર્થે નલિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. 

Panchang

dd