જોહાનિસબર્ગ, તા. 26 : દક્ષિણ આફ્રિકા
સામેની ચોથી ટી-20 મેચમાં પ્લેયર
ઓફ ધ મેચ દીપ્તિ શર્માના ઓલરાઉન્ડ દેખાવ (36 રન અને પ વિકેટ)ની મદદથી ભારતીય મહિલા ટીમનો 14 રને વિજય થયો હતો. આથી ભારતે
શ્રેણી હારનું અંતર ઘટાડીને 1-3 કર્યું હતું.
ભારતના પ વિકેટે 18પ રનના જવાબમાં
આફ્રિકા મહિલા ટીમના 20 ઓવરમાં 9 વિકેટે 171 રન થયા હતા. ભારત તરફથી જેમિમા રોડ્રિગ્સે 4 ચોગ્ગા-2 છગ્ગાની મદદથી 43 રન કર્યાં હતા. અનુષ્કા શર્માએ 27, કપ્તાન હરમનપ્રિત કૌરે 22 અને દીપ્તિ શર્માએ 26 દડામાં પ ચોક્કાથી અણનમ 36 રન કર્યા હતા. આફ્રિકા તરફથી
એલિઝ અને કાયલાને 2-2 વિકેટ મળી
હતી. 186 રનના વિજય લક્ષ્યનો પીછો કરી
રહેલી આફ્રિકી મહિલા ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 171 રને અટકી ગઇ હતી. જેમાં સુન લૂસેના 40 રન હતા. કપ્તાન લોરા વુલફાર્ટ
18 રને આઉટ થઈ હતી. ભારત તરફથી
દીપ્તિ શર્માએ 19 રનમાં પ વિકેટ લીધી હતી.