વસંત અજાણી દ્વારા : પાલારા (તા. ભુજ), તા. 26 : ખગોળશાત્ર
ક્ષેત્રે કચ્છને નવી ઊંચાઈએ લઈ જવાનું સેવેલું સપનું આવનારા દિવસોમાં સાકાર થવાનું
છે ત્યારે આ ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત ધી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી મુંબઈ સંચાલિત
ભુજ કચ્છમિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા નવનિર્માણ ચાર પ્રકલ્પોનો ભૂમિપૂજન
કાર્યક્રમ પાટનગરની ઉત્તરાદે ખાવડા માર્ગ પરના પાલારા ખાતે યોજાયો હતો. પાલારાના અદિતિ
નગરની પાંચેક એકર જમીન પર પ્રથમ ચરણમાં 7000 ફૂટના બાંધકામ ધરાવતા મહારાવ પ્રાગમલજી ત્રીજા પ્લેનેટોરિયમ
હ. મહારાણી પ્રીતિદેવી, ભારતના સપૂત
કાકા તરીકે જાણીતા કાંતિસેન શ્રોફ અને ચંદાબેન શ્રોફ (કાકી) ઓડિટોરિયમ, સૂર્ય-તારા વૈધશાળા તેમજ મુંબઈના ડો. મોહનભાઈ આઈ. પટેલ, જ્ઞાનવિજ્ઞાન ગુરુકુલમ સહિતના પ્રકલ્પોના ખાતમુહૂર્ત મુખ્ય સ્પોન્સર તેમજ સંસ્થાના
અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયાં હતાં. મંચસ્થ પ્રકલ્પોના મુખ્ય સહયોગી દીપેશભાઈ
શ્રોફ, મહારાણી પ્રીતિદેવીના પ્રતિનિધિ તેરા ઠાકોર મયૂરધ્વજસિંહજી,
રોહા ઠાકોર કૃતાર્થસિંહ, કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજા,
આરતી કુંવરીબા, નીતુ કુંવરીબા ઉપરાંત માજી સાંસદ
પુષ્પદાન ગઢવી, રવીન્દ્ર સંઘવી, હરીશ ભીમાણી
(મહાભારત ફેઈમ), ડો. મોહન પટેલ (કુલપતિ કચ્છ યુનિ.), ડો. અનિલ ગોર (રજિસ્ટ્રાર, કચ્છ યુનિ.), વિરલ પરમાર (વિજ્ઞાન ભવન-ભુજ), ડો. ધીરેન્દ્ર મહેતા,
લલિત શાહ (મુંબઈ-ભારતીય વિદ્યાભવન) વિ.નું લોકવિજ્ઞાન કેન્દ્ર સાથે જોડાયેલા સભ્યોના હસ્તે સન્માન કરાયું હતું. સવાયા કચ્છી, જાણીતા ખગોળ વિજ્ઞાનશાત્રી, પાલારા ખાતે નિર્માણ થનારા
પ્રકલ્પોના સ્વપ્નદૃષ્ટા ડો. જે.જે. રાવલે સ્વાગત દરમિયાન ખગોળીય વિજ્ઞાન તરફ સેવેલું
સપનું આગામી દિવસોમાં સાકાર થવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. કચ્છના રાજપરિવારના પ્રાગમલજી
ત્રીજા અને મહારાણી પ્રીતિદેવી, કાંતિસેન શ્રોફ, ચંદાબેન શ્રોફ અને ડો. મોહનભાઈ પટેલ અને સહયોગીઓ આ ભવન નિર્માણથી ખગોળ ક્ષેત્રે
લોકોને મળનારા જ્ઞાન તેમજ પોતાને પસંદ પડેલા કચ્છ વિશે વાત કરી હતી. પ્રસંગોચિત ઉદ્બોધનમાં
ડો. મોહન પટેલે બાળકોમાં રહેલી સુષુપ્ત ખગોળશક્તિઓને બળ મળશે અને સંતોષની વાત કરી હતી,
જ્યારે મહાભારત સિરિયલના પડદા પાછળના મેં સમય હું - વોઈસ કચ્છી કલાકાર
હરીશ ભીમાણીએ ભવન નિર્માણને જે.જે. રાવલનું અનુષ્ઠાન હોવાનું કહ્યું હતું. આ અવસરે
તેમણે પોતાના વડવાઓ દ્વારા માંડવીમા રાજાશાહી વખતમાં ઊભા કરાયેલા ટાવરની યાદ તાજી કરી
હતી. સામાજિક-રોજગારી સહિતના ક્ષેત્રમાં યોગદાનકર્તા કાંતિસેન શ્રોફ સાથે પોતે કરેલી
કામગીરી અંગે પણ જણાવ્યું હતું. જ્યારે મહારાણી પ્રીતિદેવીના પ્રતિનિધિ આરતી કુંવરીબા
અને રવીન્દ્ર સંઘવી આ પ્રકલ્પ પાછળ આરંભથી જોડાઈને કોલકાતા ખાતે જે ભારતનું શ્રેષ્ઠ
પ્લેનેટોરિયમ છે તેની મુલાકાત લઈને કચ્છમાં પણ શ્રેષ્ઠ ખગોળનું કેન્દ્ર બને તેવા પ્રયાસો
કરીને તે ક્ષેત્રના મહાનુભાવોને મળ્યાનું કહ્યું હતું. પ્રાગમલજી ત્રીજા અને મહારાણી
પ્રીતિદેવીનું પીઠબળ અને તેમના મળેલા આશીર્વાદોની પણ વાત કરી હતી. ઉપરાંત મુંબઈ નિવાસી
કચ્છી લલિત શાહે બાળકોને નાનપણથી આપણી સંસ્કૃતિના જ્ઞાન સાથે જોડીને તેમને આગળ વધારવા
આપણા પ્રયાસ જરૂરી હોવાનું કહ્યું હતું. સન 2006માં કચ્છમિત્ર લોકવિજ્ઞાન કેન્દ્ર-ભુજ સાથે જોડાયેલા અને ઉદ્ઘાટનમાં
ઉપસ્થિત વીરાયન વિદ્યાપીઠના સર્વેસર્વા પદ્મશ્રી અને તાજેતરમાં જેમનો દેહ પંચમહાભૂતમાં
વિલીન થયો છે એવા ચંદનાજી (તાઈ મા), અશોક મહોલ્લા, વોટરમેન દામજીભાઈ એન્કરવાલાનાં યોગદાનને
યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સંકુલના આર્કિટેક્ટ રજની પટવા, ખગોળપ્રેમીઓ કુલદીપસિંહ સંધા, કિરીટ કારિયા, નરેન્દ્ર ગોર, અખિલેશ અંતાણી, પ્રબોધ
મુનવર, તિલંક કેશવાણી, નિર્માણ સંસ્થાના
પ્રવીણ મહેશ્વરી, વિરેન દવે, ધ્રુવલાલ શાહ,
મહેન્દ્રભાઈ, નિલમબેન ગાંધી, ગીતાબેન ગાલા, રાજભા, વિશાલભાઈ
સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. પાલારા મંદિરના વસંત અજાણીએ વિકાસકામોથી
ખુશી વ્યક્ત કરી હતી.આ અવસરે રાજપરિવારના સભ્યોના હસ્તે કચ્છ અને ખગોળ વિજ્ઞાન નામનાં
પુસ્તકનું વિમોચન કરાયું હતું. સંચાલન-આભારદર્શન પૂર્વીબેન ગોસ્વામીએ કર્યું હતું.
ભૂમિપૂજનનાં આચાર્ય મૌલેશ્વર ભટ્ટ રહ્યા હતા.