• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

વિપરીત સંજોગો વચ્ચે હવે ખેતી કરવી પડકારજનક

મોટી વિરાણી, (તા. નખત્રાણા), તા. 22 : કચ્છ જિલ્લો રોજગારી માટે ખેતીથી વધુ આધારિત છે જો કે પાણીના તળો નીચા જવા સાથે ખારા થતાં હોવાથી ખેતી  કરવી અતી કપરી બની ગઇ છે. 10 વર્ષ થયાં વરસાદ ખેતી માટે સાથ આપે છે પણ... લંબાતા વરસાદથી મોઢામાં કોળિયો છીનવાઇ જાય છે. કુદરતી આફતો, હવામાનમાં થતો અચાનક ફેરફાર, વધતી મોંઘવારી અને તૈયાર પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા ફેલાઇ રહી છે. ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ મળતા નથી. પરિણામે અનેક ખેડૂતો ખેતી છોડવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તે બાબત ચિંતાજનક છે. નવી પેઢી ખેતીને અનિશ્ચિત અને જોખમી સમજે છે. ખેતીમાં વધતી મહેનત અને ઘટતી આવકને કારણે યુવાનો ખેતીથી દૂર થઇ રહ્યા છે. પહેલા પાણીના તળ ઉચા હતા તો પાંચસોથી સાતસો ફૂટ નીચે પાણી પહોંચી ગયા અને બોર કરતા લાખોના ખર્ચે થાય જે દરેકને પોસાય તેમ નથી.

Panchang

dd