ભુજ, તા. 22 : આગામી
નવા વર્ષ 2026માં આર્થિક
વૃદ્ધિ ધીમી પડવાની આશંકા, નીચા વ્યાજદરો, ચાંદીના પુરવઠામાં ઘટાડા વચ્ચે સેન્ટ્રલ બેંકોને વધતી સતત માંગ જેવા વિવિધ
કારણોસર સોનામાં 2230 અને
ચાંદીમાં 6200ના ઉછાળા સાથે
આગ ઝરતી તેજી જોવા મળી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં રોજ નવાં નવાં આવતાં
નિવેદનો, ભૂરાજકીય અને નીતિગત અનિશ્ચિતતા અને અમેરિકા-વેનેઝુએલા વચ્ચે
વધતા તણાવ તેમજ વર્ષ 2026માં
ચીન સરકાર દ્વારા ચાંદીની નિકાસ પર પ્રતિબંધ લગાવાય અથવા તો સરકારની પરવાનગી બાદ જ
નિકાસ થાય તેવા તેવા અહેવાલો થકી હેજફંડોની ખરીદીએ કરતાં બંને કિંમતી ધાતુમાં જબ્બર
તેજી જોવા મળી હતી. સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 2230નો
જબ્બર ઉછાળો થઈ 1,38,830 ભાવ રહ્યા
હતા, તો ચાંદી ચોરસા એક કિલોમાંયે વધુ રૂા. 6200 ઊછળી 2,11,700ના
ભાવ રહ્યા હતા.