• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

આઠ હજાર બાળકની શારીરિક તપાસ કરાશે

બિદડા (તા. માંડવી), તા. 19 : બિદડા સર્વોદય ટ્રસ્ટમાં ચાઇલ્ડ હેલ્થકેર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માતુશ્રી પાનબાઇ ધારશી હતુ ચાઇલ્ડ હેલ્થકેર કેમ્પના દાતા વેલજી વિશ્રામ પોપટ હ. જ્યોતિબેન નરેન્દ્રભાઇ પોપટ અને આઇડીઆરએફના સહયોગથી આઠ હજાર બાળકના ફુલ બોડી ચેક-અપ કરવામાં આવશે. આંખના નંબર, દાંતની તપાસ, જનરલ ચેક-અપ, જયા રિહેબ, રિહેબ., હાથ-પગ, જનરલ તપાસ તથા એન્કરવાલા તરફથી ટૂથપેસ્ટ પણ ફ્રી આપવામાં આવે છે. પહેલા દિવસે 1100 બાળક ચેક કર્યા, આજે ઉદ્ઘાટન પ્રસંગે કચ્છના શિક્ષણાધિકારી સંજયભાઇ પરમાર, સરપંચ જયાબેન છાભૈયા, સુરેશ સંગાર, ડો. ગિરીશ શાહ, દેવચંદભાઇ ફુરિયા અને ચેરમેન વિજયભાઇ છેડાના હસ્તે રિબિન કટિંગ કરી અને દીપ પ્રાગટય કરાયું હતું. દિનેશમુનિ મ.સા., ભુવનચંદ્ર મ.સા. તથા મહોદયસાગરસૂરિજી મ.સા. તથા મહાસતીજીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઇએ જણાવ્યું હતું કે, દર વર્ષે આ કેમ્પ દરમ્યાન હજારો બાળકના ચેક-અપ સાથે પૂરેપૂરી કાળજી લઇ અને ચોક્કસાઇપૂર્વક કામ કરવામાં આવે છે. બાવન વર્ષથી આ સેવામાં લાખો દર્દીએ લાભ લીધો છે. દાતા અને સાધુ-સંતોનો આભાર માન્યો હતો. શિક્ષણાધિકારી શ્રી પરમારે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ટ્રીટમેન્ટ કરી પણ આ ક્વોલિટી વર્ક અને તમામ તપાસ અમારાથી નથી થતી, તે આપ અમારું કામ કરો છો. સંચાલન મેહુલ ગોરે કર્યું હતું અને ડોક્ટરોની સેવા માટે એમ.એસ. શાહ કોલેજ-મુંબઇ, અમદાવાદ, વડોદરા, પૂનાના 60 ડોક્ટર સેવા માટે ડેન્ટલના આવ્યા હતા અને ડો. ધીરજ બૈયા 33 ડોક્ટરની ટીમ લઇને જોડાયા હતા. ડો. મણિલાલ સાવલા, ડો. મહેન્દ્ર ગડા, ડો. નવીન ભંગડે, ડો. ભૂપેન્દ્ર હરિયાએ સેવાઓ આપી હતી. નડિયાદ યુરોલોજી ટીમના ડોક્ટરોએ આજે બિદડા સર્વોદય ટ્રસ્ટના કેમ્પમાં સેવા આપી હતી. બાળકોને શાળાએથી બિદડા લઇ આવવા-જવા માટે ટ્રાન્સપોર્ટ માટે અદાણી ફાઉન્ડેશન-મુંદરા તરફથી સહયોગ મળ્યો છે. ભોજન તેમજ બાળકો માટે આહાર માટે હેમાંગિની હર્ષદ મહેતા-અમેરિકા તરફથી અનુદાન મળ્યું હતું. આંખના નંબરવાળાને ચશ્માની જરૂરત છે તે માટે ચશ્મા માટે દાન જિજ્ઞેશભાઇ દોશી-મહાવીર ડેવલોપર્સ અંજાર-ગાંધીધામ તરફથી મળ્યું હતું. મુંબઇના લક્ષ્મીચંદ વોરા, ભરત સંગાર, ઉમરશી ચંદે, સૈયદ ગુલામ મુસ્તફા, રીટાબેન નીસર, રેખાબેન, શાંતિલાલ, કિરણભાઇ, નરેન્દ્ર નંદુ, ધવલભાઇ અને અમેરિકાથી આવેલ કેવલ ગાલા, મૈત્રી દેઢિયા, ઇશાની ગાલા, પ્રવીણ સાવલા અને સ્ટાફના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી.

Panchang

dd