માધાપર, તા. 21 : માધાપર
લોહાણા મહાજન અને માધાપર લોહાણા મહાજનવાડી ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા 34મા
સરસ્વતી સન્માન સમારોહમાં 422 છાત્રને નવાજવામાં આવ્યા હતા.
ભુજ લોહાણા મહાજન પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેએ પોતાનાં જીવનનું દૃષ્ટાંત આપી
છાત્રોને હતાશ થયા વિના શિક્ષણ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓની
મહેનતને બિરદાવી જરૂર પડે તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ
મનોજભાઈ ઠક્કરે આપી હતી. મેનેજિંગ ટ્રસ્ટી હિતેશભાઈ ઠક્કરે ઉચ્ચ આદર્શોને અનુસરવાની
શીખ આપી હતી. કાર્યક્રમના અતિથિવિશેષ પદે નરેન્દ્રભાઈ મીરાણી, નવીનભાઈ આઈયા, કિરણભાઈ ગણાત્રા, મિતેશભાઈ પવાણી, જયેશભાઈ સચદે, રમેશભાઈ મજીઠિયા, કમલભાઈ કારિયા રહ્યા હતા. તુષારભાઈ આઈયા, રાજેશભાઈ
પલણ, હરીશભાઈ કતિરા, ડો. અભિનવ કોટક,
પરેશભાઈ ઠક્કર, અલ્પેશભાઈ ચંદે, બાલકૃષ્ણ ઠક્કર, મયંકભાઈ રૂપારેલ, મહેશભાઈ રાજદે, મમતાબેન ઠક્કર, ડો. પ્રફુલ્લાબેન કોટક, તુષારીબેન વેકરિયાના હસ્તે
એલ.કે.જી.થી કોલેજ સુધીના ઉત્તીર્ણ તથા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા
વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. મનીષભાઈ કારિયાનું સહયોગ બદલ સન્માન કરાયું હતું.
મંત્રી કપિલભાઈ દૈયાનાં માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ હિતેશભાઈ મજીઠિયા, કિશોરભાઈ કારિયા, રોહિતભાઈ જોબનપુત્રા, જિગરભાઈ રાજદે, ધીરજભાઈ ઠક્કર, રાજેશભાઈ આથા, મેહુલ રાયકુંડલ, નરેન્દ્ર ઉદેચા સહયોગી રહ્યા હતા. નીતિનભાઈ ચોથાણી, નટવરલાલ
રાયકુંડલ, કિરણભાઈ કોટક, દિલીપભાઈ
ભીંડે, ઘનશ્યામભાઈ ચોથાણી, વિનોદભાઈ
મીરાણી, ભરતભાઈ ભીંડે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષાબેન
જોબનપુત્રા, કિરણબેન ઠક્કર, કાજલબેન
ઠક્કર, લીનાબેન ઠક્કર, ભાવનાબેન ઠક્કર,
બીનાબેન દૈયા, ભારતીબેન ઠક્કર, સોનલબેન ઠક્કર, યજ્ઞેશ રાયકુંડલ, વિરલ પોપટ, કૃણાલ ઠક્કર વિ. સહયોગી રહ્યા હતા.
સંચાલન પિંકલબેન ઠક્કર, હિરેનભાઈ, જ્યારે
આભારવિધિ નરેશ દાવડાએ કરી હતી.