• ગુરુવાર, 01 મે, 2025

પશ્ચિમ કચ્છ ટ્રક ઉદ્યોગ પર સંકટનાં વાદળ

નખત્રાણા, તા. 15 : મીઠાંનું પરિવહન કરતી ખાનગી કંપનીએ 300 ટ્રેલરની અંગત ખરીદી કરતાં ચિંતિત પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિયેશન તથા નમક પરિવહન ટ્રાન્સપોર્ટર એસોસિયેશન દ્વારા અહીંની લોહાર સમાજવાડી ખાતે ભાવિ વિચારણા માટે બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ.ક. ટ્રક એસોસિયેશનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાએ હાજીપીર સ્થિત ખાનગી નમક કંપનીનાં નમક પરિહવન માટે કરાયેલી 300 ટ્રકની ખરીદીમાંથી 100 ટ્રકને ચલાવવાની પરવાનગી મળી હોવાથી તથા 200 ટ્રકની મંજૂરી મળવાની ચાલતી પ્રક્રિયાથી સ્થાનિક ટ્રક માલિકોના ધંધાને ફટકો પડવાની ભીતિ વ્યક્ત કરી હતી. નમક પરિવહનથી સંકળાયેલા ટાયર-ટયૂબ, પેટ્રોલપંપ સહિતના ધંધાર્થીઓને અસરનાં પગલે બેરોજગારી સર્જાવવાની ચિંતા વ્યક્ત કરી હતી. પશ્ચિમ કચ્છના ટ્રક માલિકોની વર્તમાન વિકટ પરિસ્થિતિમાં ચાલતા ધંધાથી વધુ બેરોજગારી ન સર્જાય તે માટે ખેંગારભાઇ રબારી, નરસિંહભાઇ વાઘેલાએ લડત ચલાવવા અહ્વાન કર્યું હતું. સમસ્યા નિવારવા કંપનીઓના જવાબદાર અધિકારીઓ સાથે ટ્રક એસોસિયેશન ટ્રાન્સપોર્ટરોની તાત્કાલિક બેઠક યોજવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિયેશનના પ્રમુખ શ્રી જાડેજા, જિલ્લાના બ્રિજરાજસિંહ પ્રહલાદસિંહ જાડેજા, નમક પરિવહન ટ્રાન્સપોર્ટર એસો.ના નવનિયુક્ત પ્રમુખ શ્રી વાઘેલા, મહામંત્રી વિજયદાન ગઢવી, ટ્રક એસો.ના અગ્રણી ખેંગારભાઇ રબારી, રાજેશભાઇ ઠક્કર, અતા ઉલ્લાહખાન મુતવા, આમદભાઇ નોતિયાર, સોનાભાઇ રબારી, મંગલભાઇ રબારી, લખમીર રબારી, પ્રવીણભાઇ ધોળુ, રામભાઇ રબારી, રામાભાઇ રબારી, હરેશદાન ગઢવી, રજાક લોહાર, વિરલસિંહ જાડેજા સહિત ટ્રક ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd