• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

નખત્રાણા વિસ્તારમાં બાગાયતી પાક માટે સોલાર સ્ટોરેજની માંગ

નખત્રાણા, તા. 4 : કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા વિસ્તારમાં આધુનિક યાંત્રિક સાધનો સાથે ખેતીમાં વ્યાપકતા આવી છે, પરંતુ બાગાયતી ખેતીનાં ઉત્પાદનોને યોગ્ય સંગ્રહિત કરવા કોઇ સુવિધા નથી. સરકાર દ્વારા ઓફ ગ્રીડ સોલાર-કોલ્ડ સ્ટોરેજ સાથે થર્મલ સ્ટોરેજની સબસિડી સાથે ખેડૂતો માટે વ્યવસ્થા કરાય તેવી આજુબાજુનાં ગામડાંના ખેડૂતો દ્વારા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને પત્રથી માંગ કરાઇ હતી. વસંતભાઇ વાસાણી, ચંદ્રકાંત ડાયાણી, જયસુખભાઇ પટેલ, દિલીપભાઇ નરસિંગાણી સહિત ખેડૂત પ્રતિનિધિ મંડળે ધારાસભ્યને રૂબરૂમાં રજૂઆત સાથે લેખિત પત્ર સુપરત કર્યો હતો, જેમાં સોલાર પ્લાન્ટ આધારિત ખેડૂતોએ સ્ટોરેજની માગણી કરી હતી. કચ્છ કૃષિયન ફાર્મર પ્રોડક્ટર કંપની લિમિટેડ-દેવપર (યક્ષ) કંપનીના સૂત્રોએ `કચ્છમિત્ર'ને આપેલ માહિતી અનુસાર કચ્છમાં લાંબાગાળાનો વિદ્યુત પુરવઠાના ફોલ્ટ સમયે સોલાર આધારિત કોલ્ડસ્ટોરેજ સંગ્રહ કરાયેલા ફળોને નુકસાનથી બચાવી શકાય છે. આ ટેકનોલોજી કચ્છ જેવા દુર્ગમ પ્રદેશમાં ખેડૂતોના ઉત્કર્ષ માટે મહત્ત્વપૂર્ણ યોજના માટે સબસિડી ઉપલબ્ધ કરવામાં આવે તો કચ્છમાં બાગાયતી પેદાશી?ફળોની વધુ ખેતી થાય,?ખેડૂત શ્રમિકો, વેપારીઓનો આર્થિક વિકાસ થાય સહિત મહત્ત્વના ફાયદાને ધ્યાને  લઇ સરકાર સોલાર કોલ્ડસ્ટોરેજ સિસ્ટમ માટે સબસિડીની અમલવારી કરે તેવી ખેડૂતોએ પત્રમાં માંગ કરી છે. ધારાસભ્ય ખેડૂતોની માંગણીની સરકાર સમક્ષ રજૂઆત કરશે તેવું જણાવતાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ  ખેડૂતોની મહત્ત્વકાંક્ષી પ્રશ્નની રજૂઆત માટે જરૂર પડે ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર લઇ જવા પણ તૈયારી બતાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang