• રવિવાર, 16 જૂન, 2024

અબડાસા તાલુકામાં પાણીની સમસ્યા ન સર્જાય તેવી તાકીદ

નલિયા, તા. 20 : અબડાસા તાલુકામાં પાણીની સમસ્યા સર્જાય તે માટે ખાસ બેઠકમાં સૂચના અપાઇ હતી. અબડાસા તા.ના મુખ્યમથક નલિયા ખાતેની પ્રાંત કચેરીમાં પ્રાંત કે.જે. વાઘેલાની અધ્યક્ષતામાં હાલની ઉનાળાની હીટવેવ તથા આગામી વર્ષાઋતુને ધ્યાનમાં લઇ પ્રી-મોન્સૂન પ્લાન માટે તાકીદની મિટિંગનું આયોજન કર્યું હતું. હાલ અબડાસા તા.માં અનેક જગ્યાએ પાણીની સમસ્યા છે, જે વધુ સર્જાય તેવા હેતુથી તાલુકા મામલતદાર એસ.ડી. બિદાણી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી તેમજ પાણી પુરવઠા, સિંચાઇ યોજના સહિતના અને તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓને બોલાવી મિટિંગ યોજી હતી. ખાસ કરી અબડાસા તાલુકામાં ઘર વપરાશ તથા પશુધન માટે પાણીની સમસ્યા ઉદ્ભવે હેતુ માટે ડેમના પાણીનો વેડફાટ થાય તે બાબતે તમામ અધિકારીઓને સૂચના અપાઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang