નવી દિલ્હી, તા. 16 : ત્રણ
દિવસના ફિલિપાઇન્સના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાજધાની મનીલામાં
આસિયાન રાત્રિ ભોજમાં સામેલ થયા હતા. રાષ્ટ્રપતિ
ફર્ડિનેન્ડ માર્કોસ જુનિયરે ભોજન સમારોહ યોજ્યો હતો. વડાપ્રધાન મોદીની આવતીકાલે મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે
મુલાકાત થવાની છે. એ સિવાય કાલે મોદી 23મા આસિયાન-ભારત શિખર સંમેલન તેમજ
21મી
પૂર્વ એશિયા શિખર બેઠકમાં પણ ભાગ લેવાના છે. મોદી આસિયાન રાત્રિ ભોજન માટે ખાસ તૈયાર
કરાયેલી ઇ-રિક્ષા `ટ્રકટ્રક'ની સવારી કરીને
પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી ફિલિપાઇન્સનો પરંપરાગત પોષાક `બારોંગ
ટૈગલોગ'
પહેરીને આવ્યા હતા. પીએમ મોદી અને ટ્રમ્પ મંગળવારે ક્વાડ દેશોની બેઠકમાં
ભાગ લેશે, જેમાં ભારત, અમેરિકા,
જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચીનના વધતા પ્રભાવ પર ચર્ચા થઇ શકે છે.
મનીલામાં યોજાનારી આ બેઠક લગભગ બે વર્ષ બાદ ચારેય ક્વાડ દેશોના નેતાઓની પહેલી સામસામે
બેઠક હશે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસ જુનિયરે મોદીને આસિયાન સમિટમાં સામેલ થવા
આમંત્રણ આપ્યું હતું. ભારતીય સમુદાયે મોદીનું સ્વાગત કર્યું હતું.