• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

વાયબ્રન્ટ મુદ્દે આજે મુંબઈના ધ તાજ પેલેસ ખાતે રોડ-શો

અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027  માટે નવી દિલ્હીમાં યોજાયેલા સફળ પ્રારંભિક કાર્યક્રમ (કર્ટન રેઝર) બાદ, ગુજરાત સરકાર દ્વારા આવતીકાલે મુંબઈના કોલાબા સ્થિત ધ તાજ મહેલ પેલેસ  ખાતે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાયબ્રન્ટ કાર્યક્રમના સાંજના સત્રમાં, ગુજરાતના   મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ દેશોના કોન્સ્યુલ જનરલ તથા અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે અને આગામી સમિટ માટે ગુજરાતના વિઝન તથા ઉપલબ્ધ તકો વિશે માહિતગાર કરશે. આ કાર્યક્રમની શરૂઆત કોન્ફેડરેશન અૉફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના રાષ્ટ્રીય અધ્યક્ષ આર. મુકુંદનના સ્વાગત પ્રવચન સાથે થશે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ વાયબ્રન્ટ 2027 અંગે પ્રેઝન્ટેશન રજૂ કરશે. અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ગુજરાત વિશેના તેમના અનુભવો રજૂ કરશે, અને ત્યારબાદ ગુજરાત સરકારના મુખ્ય સચિવ સંબોધન કરશે. રોડ-શો પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટાટા ટ્રસ્ટ્સ, મહિન્દ્રા ગ્રુપ, અખ/ગજ ઇન્ડિયા, એસટીટી ગ્લોબલ ડેટા સેન્ટર્સ ઇન્ડિયા, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, એએસએસએ એબ્લોય, સિપ્લા લિમિટેડ, સન ફાર્મા, લાર્સન એન્ડ ટુબ્રો, આરપીજી એન્ટરપ્રાઈઝિસ, પિરામલ ગ્રુપ, કે રહેજા ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ, નાયરા એનર્જી લિમિટેડ, કેમટ્રોલ્સ ઇન્ડસ્ટ્રીઝ, ગોબેન જેવી કંપનીઓ/સંસ્થાઓના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વ્યક્તિગત બેઠકો (વન-ઓન-વન માટિંગ્સ) પણ યોજશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd