વોશિંગ્ટન, તા. 12 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે હોર્મુઝ અંગે મોટો દાવો કરતાં જણાવ્યું હતું કે, હોર્મુઝની સામુદ્રધુની પર અમેરિકાનું સંપૂર્ણ
નિયંત્રણ છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેઓ આ નિયંત્રણ
જાળવી રાખશે. એક મીડિયા હેવાલ મુજબ, પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
પર નિવેદન જારી કરતાં ટ્રમ્પે ઉલ્લેખ કર્યો હતો કે, સૌ કોઈ તેમના
નૌકાદળના નાકાબંધીને `સ્ટીલની દીવાલ' તરીકે વર્ણવી રહ્યા છે અને ભારપૂર્વક કહ્યું
હતું કે, ઈરાન આ બાબતે કંઈ કરી શકે તેમ નથી. ટ્રમ્પે કહ્યું હતું
કે, ઈરાન પાસે ન તો નૌકાદળ છે કે ન તો વાયુસેના. તેમના બાકીના
સૈનિકોને પગાર મળી રહ્યો નથી. આઈઆરજીસહી બરબાદ થઈ ગયું છે; તે
પીછેહઠ કરી રહ્યું છે. તેમનું નેતૃત્વ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. તેમની પાસે પૈસા
નથી અને દેશ તબાહ થઈ ગયો છે. તેમની પાસે માત્ર `ફેક ન્યૂઝ' અને 300 ટકાનો ફુગાવો છે, જે સ્થિતિ વધુ ને વધુ ખરાબ થઈ રહી છે.