• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

ભારતનું અર્થતંત્ર વિશ્વમાં છઠ્ઠા સ્થાન પર સરકયું

નવી દિલ્હી, તા. 12: ભારતનું અર્થતંત્ર વૈશ્વિક ફલક ઉપર ચોથા સ્થાનેથી ફસકીને છઠ્ઠા ક્રમે આવી ગયું છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં આપેલી જાણકારીમાં કહ્યું હતું કે, વર્ષ 2025-26માં ભારતનો નોમિનલ જીડીપી 3.92 ટ્રિલિયન અમેરિકી ડોલર નોંધાયો હતો અને તેનાં કારણે હવે ભારત દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં ચૌધરીએ કહ્યું હતું કે, આ રેન્કિંગ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)નાં એપ્રિલ 2026નાં વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક રિપોર્ટ ઉપર આધારિત છે. તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે, આ રેન્કિંગ વર્તમાન અમેરિકી ડોલર વિનિમય દર ઉપર માપવામાં આવેલા નોમિનલ જીડીપી આધારિત હોય છે. ઉલ્લેખનીય છે કે, 2022ના સપ્ટેમ્બરમાં ભારત પાંચમુ અને ડિસેમ્બર 2025માં ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું હતું. જો કે હવે બ્રિટન અને જાપાન ફરીથી ભારત કરતાં આગળ નીકળી ગયા છે અને ભારત છઠ્ઠા સ્થાને ફસકી ગયું છે.

Panchang

dd