• શુક્રવાર, 06 માર્ચ, 2026

યુક્રેન, ઈરાન યુદ્ધ રોકવા મોદીનું આહ્વાન

નવી દિલ્હી, તા. 5 : લોહિયાળ યુદ્ધોથી દુનિયાભરમાં અજંપા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સૈન્ય સંઘર્ષ કોઈ પણ વિવાદનું સમાધાન નથી. સંઘર્ષોના ઉકેલ માટે સંવાદ અને કૂટનીતિ જ ઉપાયો છે. મોદીએ યુક્રેન-રશિયા વચ્ચે તેમજ અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનાં યુદ્ધો શક્ય તેટલા જલ્દી ખતમ કરવાનું આહ્વાન કર્યું હતું. યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે સંઘર્ષના તરત અંત અને શાંતિ માટે દરેક પ્રયાસનું સમર્થન કરતા રહીશું તેવું તેમણે કહ્યું હતું. વડાપ્રધાને રાયસીના ડાયલોગને સંબોધતાં જણાવ્યું હતું કે, વધતા વૈશ્વિક પડકારો સામે લડવા માટે વૈશ્વિક સંસ્થાનોમાં સુધારની જરૂરત જ નથી, પરંતુ અત્યંત આવશ્યક છે. દરમ્યાન ફિનલેન્ડના 13મા રાષ્ટ્રપતિ રૂપે પહેલી ભારત યાત્રાએ આવેલા એલેકઝાંડર સ્ટબનું વડાપ્રધાન મોદીએ સ્વાગત કર્યું હતું. રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ તરીકે આપ જેવા અનુભવી નેતાની ઉપસ્થિતિ ભારત માટે સન્માનની વાત છે, તેવું તેમણે કહ્યું હતું. મોદી બોલ્યા હતા કે, ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે 2026ના પ્રારંભાયેલી મુક્ત વેપાર સંધિ ભારત અને ફિનલેન્ડ વંચ્ચે પણ વેપાર, રોકાણ અને તાંત્રિક સહયોગને મજબૂત બનાવશે. 

Panchang

dd