• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

ખેડૂતોની દિલ્હી કૂચ 29મી સુધી ટળી

નવી દિલ્હી, તા. 3 : એમએસપી સહિત પડતર માગો પૂરી કરાવવા છેડવામાં આવેલા ખેડૂત આંદોલનના 11 દિવસમાં પાંચ ખેડૂતના મૃત્યુ થયા છે. હરિયાણામાં શુક્રવારે હજારો ખેડૂતો ખનૌરી સરહદ તરફ કૂચ કરવા ખેડી ચૌપટા જગ્યાએ એકઠા થયા હતા. કિસાન યૂનિયન અને ખાપ પંચાયતે તે માટે આહ્વાન કર્યુ હતું જેથી ખેડૂતો અને પ્રશાસન વચ્ચે તણાવ વધ્યો છે. હિસાર પોલીસે વધારાના દળો તૈનાત કર્યા છે. વધતી ભીડને કાબૂ કરવા પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કરીને કેટલાક ખેડૂત નેતાઓની અટકાયત કરતાં નારાજ ખેડૂતોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં એક પોલીસ અધિકારીને ઇજા થઇ હોવાના અહેવાલ છે. પંજાબ અને હરિયાણામાં સરહદે રહેલા ખેડૂતોમાં ગુરુવારે રાત્રે વધુ એક ખેડૂત દર્શન સિંહનું મૃત્યુ થયું હતું તેઓ 6 વર્ષના હતા. પંજાબના બઠિંડા જિલ્લાના અમરગઢ ગામના આંદોલનકારી ખેડૂત દર્શન સિંહના મૃત્યુનું કારણ સામે આવ્યુ નથી. પહેલા 1 વર્ષના શુભકરણ સિંહનું મૃત્યુ થયુ હતુ. જેના વિરોધમાં ખેડૂતોએ શુક્રવારે બ્લેક ડે મનાવ્યો હતો. ખેડૂતના મૃત્યુ અંગે રોષિત ખેડૂતોએ દિલ્હી કૂચને બે દિવસ માટે અટકાવી હતી. શુક્રવારે આગળની રણનીતિ માટે સંયુક્ત કિસાન મોરચાની બેઠક પ્રસ્તાવિત હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજય સરકાર ખેડૂતોની સાથે હોવાનું એલાન કર્યુ હતું. તેમણે મૃતક શુભકરણ સિંહના પરિવાર માટે રૂ.1 કરોડનું વળતર જાહેર કર્યુ હતું. ખેડૂતોએ જેમનું રાજીનામું માગ્યું છે તે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ ખેડૂતો માટે કેટલીક લોનમાં પેનલ્ટી માફ સહિત આર્થિક રાહતો જાહેર કરી હતી. શંભુ અને ખનૌરી સરહદે રહેલા ખેડૂત પ્રદર્શનકારીઓ પર એનએસએ નહીં લગાવવા હરિયાણા પોલીસે એલાન કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang