• સોમવાર, 23 નવેમ્બર, 2026

ચેક પરતના કેસમાં મથડા અને ભુજના આરોપીને એક-એક વર્ષની કેદની સજા

ભુજ, તા. 7 : ચેક પરત ફરવાના જુદા-જુદા કેસો જેમાં મથડાના આરોપીને બે કેસમાં અને ભુજના આરોપીને એક કેસમાં એક-એક વર્ષની કેદની સજાનો હુકમ કોર્ટે આપ્યો છે. ફરિયાદી ભીમજી હરી ઢીલા અને શામજી લાલજી વરચંદ (રહે. બન્ને ચોબારી, તા. ભચાઉ) પાસે આરોપી આગરિયા શબ્બીર હુસેન હારુન (રહે. મથડા, તા. અંજાર)એ પોતાની જમીન વીટાંતર મૂકી વીસ-વીસ લાખ રૂપિયા લીધા હતા. રકમ બાબતે આપેલા ચેક પરત ફરતાં બન્ને ફરિયાદીએ કેસ દાખલ કર્યો હતો. જેમાં ભચાઉ કોર્ટે બન્ને કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી એક-એક વર્ષની કેદ તથા ચેકની પૂરેપૂરી રકમ એક માસમાં ચૂકવી આપવી તથા રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ફરિયાદી માંજોઠી તોફિક મજીદ (રહે. ભુજ) પાસેથી આરોપી સિકંદર રમજુ સમા (રહે. ભુજ)એ રૂા. 2.50 લાખ મિત્રતાનાં નાતે ઉધાર લીધા હતા. જે પેટે આપેલો ચેક પરત ફરતાં દાખલ થયેલા કેસમાં ભુજના ત્રીજા ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ નવ ટકા વ્યાજ સહિત વળતર તરીકે ફરિયાદીને 30 દિવસમાં ચૂકવવા અને ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. ત્રણે કેસમાં ફરિયાદીના એડવોકેટ તરીકે અવનીશ જે. ઠક્કર, સલીમ એસ. ચાકી, અશ્વીન આર. ઢીલા, નરેન્દ્ર બી. જાડેજા રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd