ભુજ, તા. 7 : શહેરમાં ઈન્ડિયન ગેસની બાજુમાં
ઝૂંપડામાં રહેતા 27 વર્ષીય યુવાન કિરણભાઈ નાગજીભાઈ
વાસપોડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ભુજ ઈન્ડિયન ગેસની બાજુમાં હેતા કિરણભાઈ વાસપોડાએ ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર
પોતાના ઝૂંપડામાં ગળેફાંસો ખાઈ લેતાં તેમના ભાભી સોનલબેન તેને સારવાર અર્થે ભુજની જી.કે.
જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી ધરી હતી.