• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

ભુજમાં ઘરે પાણીની મોટરનો કરંટ લાગતાં યુવાનનું મોત

ભુજ, તા. 21 : શહેરનો 21 વર્ષીય યુવાન સુરિયાન આદમ માંજોઠી આજે સવારે પોતાનાં ઘરે પાણીની મોટર લગાવતો હતો, ત્યારે કરંટ લાગતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. ભુજનાં સુરલભિટ્ટ મંદિર પાછળ, જેનબ ટાઉનશિપમાં રહેતો યુવાન સુરિયાન આજે સવારે 10.45 વાગ્યાના અરસામાં ઘરે પાણીની મોટર લગાવતો હતો, ત્યારે તેને જોરદાર કરંટ લાગ્યો હતો. આથી સુરિયાનને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યે હતો. બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરાઇ હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd