નવી દિલ્હી, તા.20 : એશિયન ગેમ્સની
વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનું ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું
છે. કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી સેમિફાઇનલ મેચમાં શ્રીલંકાએ કેપ્ટન ચમારી
અટાપટ્ટ્નની શાનદાર અણનમ 83 રનની ઇનિંગ્સના
જોરે પાકિસ્તાનને 8 વિકેટે કચડી
નાખ્યું છે. પાકિસ્તાને આપેલા 178 રનના લક્ષ્યાંકને
શ્રીલંકાએ માત્ર 17.5 ઓવરમાં જ
પૂર્ણ કરી ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. શ્રીલંકાના વિજયની મુખ્ય આધારસ્તંભ કેપ્ટન
ચમારી અટાપટટુ રહી હતી. તેણે અણનમ 83 રન ફટકારીને ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી હતી. હવે ખિતાબી જંગમાં
શ્રીલંકાનો મુકાબલો ભારત સામે થશે. શ્રીલંકાએ પ્રથમ બાલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને
177 રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો
હતો. પાકિસ્તાન તરફથી ઓપનર શવાલ ઝુલ્ફિકારે 50 બોલમાં 3 ચોગ્ગા અને
2 છગ્ગાની મદદથી 54 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે, શ્રીલંકાના આક્રમક રનચેઝથી પાકિસ્તાન હાર્યું
હતું.