• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

ભુજમાં કચ્છી સંગીતકારના નિર્દેશનમાં પ્રિ-નવરાત્રિનો થનગનાટ

ભુજ, તા. 21 : નવરાત્રિનાં આગમન પહેલાં યુવાનો ગરબે રમવા થનગની રહ્યા છે, ત્યારે પ્રિ-નવરાત્રિના ચાલી રહેલા ટ્રેન્ડમાં કચ્છીયત ફાઉન્ડેશન તકધૂમ મ્યુઝિકે કચ્છમિત્રના સહયોગથી ચાંદલિયો પ્રિ-નવરાત્રિનું આગામી તા. 26 તથા 27 સપ્ટેમ્બરના ગરબાનું આયોજન મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજના ગ્રાઉન્ડમાં સાંજે 7 વાગ્યાથી કરાયું છે. આ આયોજનમાં જાણીતા કચ્છી મ્યુઝિક ડાયરેક્ટર કીર્તિ વરસાણીના સંગીત નિર્દેશનમાં મોટી સંખ્યામાં સાજિંદારો સંગાથે થનાર આ ઈવેન્ટમાં બન્ને દિવસ મહિલાઓ માટે નિ:શુલ્ક પ્રવેશ રહેશે. હિન્દી તથા પંજાબી ગીતોના જાણીતા ગાયકો હરગુન કૌર, ગુજરાતીના જાણીતા ગાયિકા ભૂમિકા જોશી, જાણીતા લોકગીત કલાકાર રાજભા ગઢવી, યુવા કલાકાર દીપેન હંસોરા તથા વિધિ પટેલ ભુજની ગરબાપ્રેમી જનતાને ડોલાવશે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે થનારાં આ આયોજન માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આયોજનને સફળ બનાવવા કચ્છીયતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd