નવી દિલ્હી, તા. 21 : એઆઈ મુદ્દે
દુનિયા વર્તમાન સમયે ચિંતામાં છે અને અલગ અલગ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન
એવા અહેવાલ સામે આવ્યા છે જેણે દુનિયામાં હડકંપ ફેલાવ્યો છે. હકીકતમાં જુલાઈ મહિનામાં
ભારતીય મુળના ત્રણ સાઈબર સિક્યોરિટી રિસર્ચરે ઓપનએઆઈની સિસ્ટમમાં મોટી સુરક્ષા ખામી
શોધી કાઢી હતી. કહેવાય છે કે આ અવૈધ હેકિંગની પ્રવૃત્તિ નહી પણ કંપનીના બગ બાઉન્ટી
પ્રોગ્રામ હેઠળ કરવામાં આવેલું સુરક્ષા પરીક્ષણ હતું. રિસર્ચર્સે અંંથ્રોપિકના એઆઈ
ચેટબોટ ક્લાઉડનો ઉપયોગ કરીને ખામીનો ફાયદો ઉઠાવ્યો હતો અને અંતે ઓપનએઆઈના કર્મચારી
એકાઉન્ટ અને કંપનીના ખાનગી ગિટહબ એનવારનમેન્ટ સુધી પહોંચી બનાવી હતી. આ ઘટના દુનિયામાં
ચર્ચાનો વિષય બની છે કારણ કે તેમાં એક એઆઈ કંપનીની સિસ્ટમે બીજી એઆઈ કંપનીના ટૂલની
મદદથી પરીક્ષણ કર્યું હતું. આ ત્રણેય રિસર્ચર સાઈબર સિક્યોરિટી સ્ટાર્ટઅપ હેકટ્રોન
સાથે જોડાયેલા હતા. જેના નામ હર્ષ જયસ્વાલ, મોહન પેધાપતિ અને રાહુલ મૈની છે. હેકઠ્રોન અનુસાર રિસર્ચની આગેવાની હર્ષ જયસ્વાલે
કરી હતી.