• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

ભુજમાં અનોખા પંચગવ્યમાંથી થતું પવિત્ર સ્નાન

સુખપર (તા. ભુજ), તા. 21 : શહેરમાં વસવાટ હોય, વરસાદી વાતાવરણ વચ્ચે રવિવારની રજા હોય, એટલે નગરજનો માટે જાણે મોડે સુધી ઊંઘ ખેંચી લેવાનો દિવસ ગણાય. પરંતુ જેમને માહિતી મળી કે ગૌસેવા ગતિવિધિ દ્વારા ભુજમાં મહિને એકવાર પંચગવ્ય સ્નાનનું આયોજન થાય છે, જેમાં બહુ જ આનંદ આવે છે. તેવા ગૌપ્રેમીઓ સમયસર પોતાનું નામ લખાવી મીઠી ઊંઘ છોડીને વહેલી સવારે આયોજન સ્થળે પહોંચી જાય છે. સામાન્ય રીતે ગોબરની વાત આવે એટલે યુવાનોના હાવભાવ બદલાઈ જાય, પરંતુ કચ્છમાં એકલદોકલ વ્યક્તિઓ દ્વારા પોતાના શોખ અથવા સ્વાસ્થ્યને લઈને પ્રારંભ થયેલા પંચગવ્ય સ્નાનના આ પ્રયોગો અત્યારે સમગ્ર કચ્છમાં અનેક જગ્યાએ સાર્વજનિક રીતે યોજાઈ રહ્યા છે. જેમાં બાળકો, યુવાનો અને પ્રૌઢો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ગત બે માસમાં ભુજમાં  સ્વામિનારાયણ મંદિરની રાવલવાડી સ્થિત વિશાળ ગોશાળામાં પુરુષો માટે થતાં આયોજનને બહુ જ સફળતા મળી છે અને તેમાં આવનાર સામાન્ય મજૂરથી માંડીને ડોક્ટર, વૈદ્ય, વકીલ, વિદ્યાર્થી, ઉદ્યોગપતિ, શિક્ષક, બિઝનેસમેન અને સંતો સહિત દરેક ક્ષેત્રના નાના-મોટા લોકો જોડાઈ રહ્યા છે. જિલ્લા સંયોજક નવીન ભુડિયા અને નગર સંયોજક જયમીત સોલંકી જણાવે છે કે, ગોશાળામાં શુદ્ધ ખોરાક ખાતી દેશી ગાયનાં તાજા ગોબર ઉપરાંત નિશ્ચિત માત્રામાં દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ચંદન પાઉડર સાથે તૈયાર થતા મિશ્રણને શરીરમાં બરોબર રગડીને એકથી દોઢ કલાક વિધિપૂર્વક સ્નાન કર્યા પછી તરુણથી લઈને વૃદ્ધ સુધી પોતાના જે અનુભવો વર્ણવે છે તેમાં ગોબરની દુર્ગંધ કે સૂગ નામનો કોઈ શબ્દ જ નથી આવતો તે બહુ જ અદ્ભુત વાત છે અને ભુજ નગર તથા આજુબાજુના વિસ્તારનો ઉત્સાહ જોતાં હવે આ આયોજન દર મહિને છેલ્લા રવિવારે કરવાનું નક્કી થયું છે. અનેકવાર આ સ્નાનનો લાભ લઈ ચૂકેલા પ્રચાર સંયોજક રામજી વેલાણી જણાવે છે કે, પ્રાંત સંયોજક મેઘજીભાઈ હીરાણીના વર્ષોના અનુભવી માર્ગદર્શનમાં ચાલતાં આ કાર્યથી લોકોને પોતાની અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ સાથે વિશેષત: ચામડીના રોગોમાં અદભુત લાભ થઈ રહ્યો હોવાથી આવાં આયોજનો ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં પણ પ્રારંભ થયાં છે, જેનો  વધુને વધુ લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ભુજમાં થતાં આ આયોજનમાં સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાના સંચાલક સંતોનો સહયોગ મળી રહ્યો છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd