• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

પોલડિયામાં જુગાર રમતા છ ખેલી રોકડા રૂા. એક લાખ સાથે પકડાયા

ભુજ, તા. 15 : માંડવી તાલુકાના પોલડિયામાં ગંજીપાના વડે જુગાર રમતા છ ખેલીને રોકડા રૂા. 1,00,900ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. આજે એલસીબીની ટીમ ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, ભરતસિંહ સજુભા જાડેજા (રહે. પોલડિયા, તા. માંડવીવાળા)ના મકાનના આંગણામાં જુગાર રમાઈ રહ્યો છે. આથી દરોડો પાડતાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ભરતસિંહ ઉપરાંત દિલુભા આમરજી જાડેજા (મકડા), મહિપતસિંહ વજેસંગ જાડેજા (મકડા), અસરફ ફકીરમામદ નાયા (શેરડી), કાસમ ઓસમાણ ભટ્ટી (નવાવાસ, માધાપર, તા. ભુજ) અને રહેમતુલા નુરમામદ ભટ્ટી (ઝુરા કેમ્પ)ને રોકડા રૂા. 1,00,900ના મુદ્દામાલ સાથે ઝડપી ગઢશીશા પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd