ભુજ, તા. 15 : મૂળ બિહાર હાલે મુંદરાની 26 વર્ષીય પરિણીતા રાગિનીબેન સુબોધકુમાર
મહંતોને પ્રસૂતિની સારવાર દરમ્યાન ખેંચ આવતાં મૃત્યુ પામી હતી. અંગે મુંદરા પોલીસ મથકે અને જી.કે. જનરલ હોસ્પિટલની
પોલીસ ચોકીમાં જાહેર કરાયેલી વિગતો મુજબ રાગિનીબેનને પ્રસૂતિની પીડા ઉપડતાં ગત તા.
4/9ના મુંદરાની ગીતા હોસ્પિટલમાં
ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે તા. 5/9ના ભુજની કે.કે. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પ્રસૂતિની સારવાર
દરમ્યાન તા. 14/9ના ખેંચ આવતાં તેનું મૃત્યુ
થયાની વિગત મૃતક રાગિનીબેનના પતિ સુબોધકુમારે મુંદરા પોલીસ મથકે આજે જાહેર કરતાં પોલીસે
અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.