ભુજ, તા. 21 : અબડાસા તાલુકાના નુંધાતડની
સીમમાંથી પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ 83,435નો દારૂનો જથ્થો ઝડપી પાડયો
હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, આરોપી
નરેન્દ્રસિંહ જાડેજા નુંધાતડ ગામની સીમમાં આવેલી કેનાલની બાજુમાં બાવળોની ઝાડીઓમાં
દારૂનું વેચાણ કરતો હોવા અંગે મળેલી પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં
83,435નો દારૂ મળી આવ્યો હતો. જો
કે, આરોપી હાથમાં આવ્યો નહોતો. પોલીસે શરાબનો જથ્થો
કબજે કરી આરોપીને પકડવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.