• ગુરુવાર, 16 જુલાઈ, 2026

અંજારની ફેક્ટરીમાં આગથી દોડધામ : કોઈ જાનહાનિ નહીં

ગાંધીધામ, તા. 15 : અંજારના જી.આઈ.ડી.સી. નજીક આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગથી દોડધામ થઈ પડી હતી. આગમાં કંપનીમાં રહેલ મશીનરી વગેરે સળગી ગયું હતું. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. અંજારના જી.આઈ.ડી.સી. પ્લોટ નં. 80-91 રીલેય પાર્ટિકલ પ્રા. લિમિટેડ નામની કંપનીમાં ગત તા. 12/7ના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં ભારે દોડધામ થઈ પડી હતી. આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવાયો હતો. આ આગ કાબૂમાં આવી ગયા બાદ તપાસ કરાતાં કંપનીમાં રહેલા લાકડાં, લાકડાનું ભૂસું, વીજ મોટરો, અમુક મશીનરી, વીજ લાઈન વગેરે સળગી ગયું હતું. બનાવ અંગે કંપની વતી મનીષ લક્ષ્મીચંદ રૂપચંદાણીએ પોલીસમાં જાણ કરી હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd