• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ભચાઉમાં જુગાર રમનારી ત્રણ મહિલા સહિત ચારની અટક

ગાંધીધામ, તા. 14 : ભચાઉની સર્વોદય સોસાયટીમાં જાહેરમાં જુગાર રમનારી ત્રણ મહિલા સહિત ચાર લોકોની પોલીસે અટક કરી રોકડ રૂા. 11,800 જપ્ત કર્યા હતા. ભચાઉમાં જૂની મામલતદાર કચેરી તરફ જવાના રસ્તા ઉપર સર્વોદય સોસાયટીમાં આજે સાંજે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે આવેલી પોલીસે અહીંથી દિનેશ નાનજી પરમાર, અમીનાબેન અબ્દુલ ફકીર, માયાબેન સતીષ ચારણ તથા મુસ્કાનબેન મુસ્તાક ફકીરની અટક કરી હતી. પકડાયેલા આ લોકો પાસેથી રોકડ રૂા. 11,800 હસ્તગત કરવામાં આવ્યા હતા. 

Panchang

dd