• બુધવાર, 15 જુલાઈ, 2026

પહેલી વન-ડેમાં ઈંગ્લેન્ડ સામે ભારતની છ વિકેટે જીત

બર્મિગહામ, તા. 14 : એજબેસ્ટન ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતે ઈંગ્લેન્ડને છ વિકેટથી હરાવ્યું હતું અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ વન-ડેમાં પહેલા બાટિંગ કરતાં જો રૂટ અને લિયામ ડોસનની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડે 258 રન બનાવ્યા હતા. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ 46મી ઓવરમાં 6 વિકેટે 262 રન બનાવી વિજય મેળવ્યો હતો. કેપ્ટન શુભમન ગિલે ઈજાને કારણે મેદાન છોડતા પહેલાં ભારત માટે 80 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ, બાલિંગમાં ચાર વિકેટ ઝડપનાર અક્ષર પટેલે બાટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 57 રનની મેચ-વાનિંગ ઇનિંગ્સ રમી હતી, તો વાશિંગ્ટન સુંદરે મહત્ત્વપૂર્ણ 52 રનનું યોગદાન આપ્યું હતું. ભારતને જીત અપાવતી વખતે આ બંને ખેલાડીઓ અણનમ રહ્યા હતા. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં 29 રનના વિજય લક્ષ્યાંક સામે બે સ્ટાર બેટર રોહિત શર્મા (11) અને વિરાટ કોહલી (પ) નિષ્ફળ રહ્યા હતા. શુભમન ગિલ 7પ દડામાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાથી 80 રનની ઈનિંગ્સ રમી મહત્ત્વના તબક્કે રિટાયર્ડ હર્ટ થયો હતો, તેના પગના સ્નાયૂ ખેંચાઇ ગયા હતા. આથી પેવેલિયનમાં પરત ફર્યોં હતો. તેના અને ઉપકપ્તાન શ્રેયસ અય્યર વચ્ચે ત્રીજી વિકેટમાં 101 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. અય્યર પ3 દડામાં 3પ રને આઉટ થયા હતા. વોશિંગ્ટન સુંદર (અણનમ)એ 63 દડામાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 52 રન ઝૂડયા હતા, તો બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અક્ષર પટેલ (અણનમ)એ 52 દડામાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 57 રન કર્યા હતા. અગાઉ ઇંગ્લેન્ડે પહેલી વિકેટમાં 61 રનની ભાગીદારીથી સારી શરૂઆત કરી હતી, આ પછી ગુરનુર બ્રાર ત્રાટક્યો હતો અને એક ઓવરમાં જ બન્ને ઓપનર બેન ડકેટ (43) અને જેકબ બેથેલ (14)ની વિકેટ ઝડપી હતી. આ પછીની ઓવરમાં બુમરાહે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક (1)નો શિકાર કર્યો હતો. આમ પ દડામાં ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં બટલર પ, સેમ કરન ઝીરોમાં અને વિલ જેક્સ 20 રને આઉટ થયા હતા. આથી ઇંગ્લેન્ડે 107 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. દબાણની આ સ્થિતિમાં અનુભવી જો રૂટ અને લિયામ ડોસમે ભારતીય બોલર્સનો મક્કમતાથી સામનો કરીને સાતમી વિકેટમાં 134 દડામાં 121 રનની સંગીન ભાગીદારી કરી હતી. આથી ઇંગ્લેન્ડ ટીમના 47.પ ઓવરમાં 28 રન બન્યા હતા. જો રૂટ 76 દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગાથી 76 રને નોટઆઉટ રહ્યો હતો. તેના સાથમાં લિયામ ડોસને 83 દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગાથી 68 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આર્ચર 1 ચોગ્ગા-1 છગ્ગાથી ઝડપી 12 રન કરી આઉટ થયો હતો. અક્ષર પટેલે 62 રનમાં 4 વિકેટ ઝડપી હતી જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનુર બ્રારને 2-2 વિકેટ મળી હતી. બુમરાહ અને શિવમને 1-1 વિકેટ પ્રાપ્ત થઈ હતી. 

Panchang

dd