ભુજ, તા. 14 : પખવાડિયા પૂર્વે મુંદરાના ટી-પોઇન્ટ
સર્કલ પાસે મોઢા પર ધોકા ફટકારી બિહારના 35 વર્ષીય યુવાન અખિલેશકુમાર કુલેમારાઇ યાદવની હત્યા નીપજાવાઇ હતી.
આ હત્યા કેસની છાનબીનમાં મુંદરા પોલીસ બિહાર જઇ આરોપી તાર્કેશ્વર શિવનારાયણ રાયની સપ્તાહ
પૂર્વે અટક કરવામાં આવી હતી અને ત્યારબાદ સહઆરોપી ઉમેશરાય જલેશ્વરરાય યાદવ (મૂળ બિહાર, હાલે નાના કપાયા)ની પણ ધરપકડ કર્યા બાદ બંને
આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તા. 13/7 સુધી રિમાન્ડ મંજૂર થયા હતા.આ
બાદ ગઇકાલે તપાસકર્તા મુંદરાના પી.એસ.આઇ. એન. પી. ગોસ્વામીએ વધુ આઠ દિવસના રિમાન્ડની
માગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં અધિક ચીફ જ્યુ. મેજિ. એમ. સી. પટેલ દ્વારા તા. 17/7 સુધી રિમાન્ડ મંજૂર કરવામાં
આવ્યા છે. ફરિયાદી તરફે એ.પી.પી. કે. એમ. પ્રજાપતિ હાજર રહ્યા હતા.