ભુજ, તા. 28 : ખાવડા પાસેના આર.ઈ. પાર્કમાંથી
કંપનીના 6.10 લાખના મુદ્દામાલની ચોરી થયાની
ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે અદાણી ગ્રીન એનર્જી લિ. કંપનીના ઈલેકટ્રીક એન્જિનીયર હર્ષદકુમાર
લલિતભાઈ મારૂએ ગઈકાલે ખાવડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ એકાદ મહિના પહેલાં તેમની
કંપનીના પ્લોટ એ-10-બીના અલગ-અલગ
બ્લોકોમાંથી એચ.ટી. એન્ડ એલ.ટી. પેનલ રૂબર મેટ 828 મીટર જેની કિં. રૂા. ત્રણ લાખ, ફાયર બકેટ કિં. રૂા. 1,10,000 અને સ્ટેન્ડ ફોર ફાયર બકેટ
કિં. રૂા. બે લાખ એમ કુલ્લે રૂા. 6.10 લાખના મુદ્દામાલની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા છે.