• સોમવાર, 29 જૂન, 2026

બિબ્બરમાં ધાર્મિક સ્થાન તોડી પડાતાં ગામલોકોનો વિરોધ

નિરોણા (પાવરપટ્ટી), તા. 28 : પાવરપટ્ટીના નદીકાંઠે આવેલા સદીઓ જૂનાં ધાર્મિક સ્થાનને આજે સવારે વહીવટી તંત્ર દ્વારા દબાણ મુદ્દે તોડી પડાતાં મોટી સંખ્યામાં ગામલોકોએ એકત્ર થઈ કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ધાર્મિક સ્થાને કોમી એકતાથી જાળવણી ઉપરાંત વાર્ષિક મેળાવડાની ઉજવણી થાય છે. અહીં આસપાસ ખુલ્લી સરકારી જમીન આવેલી હોઈ ગામલોકો ખેતીમાં ઉપયોગ કરે છે. આજે વહેલી સવારે નખત્રાણા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર, વિથોણ સર્કલની હાજરીમાં નિરોણા પોલીસ મથકના પી.એસ.આઈ. શ્રી આહીરના બંદોબસ્ત હેઠળ કાર્યવાહી થઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ સરકારની ખુલ્લી જમીન પર વર્ષોથી દબાણ કરી આ ધાર્મિક સ્થળ ઊભું કરવામાં આવેલું હોઈ તેને તોડી પાડવા અગાઉથી ગ્રા. પંચાયતને નોટિસ જારી કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી વખતે મોટી સંખ્યામાં વિવિધ કોમના લોકો વાહનો સાથે દોડી આવી કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. ગામલોકોના જણાવ્યા મુજબ સદીઓથી આ સ્થાન લોકોની આસ્થા સાથે સંકળાયેલું છે તેમજ નડતરરૂપ પણ નથી, તેમ છતાં એક દિવસ અગાઉ જ પંચાયતને નોટિસ આપી થયેલી કાર્યવાહી ગામલોકોની આસ્થા સામે ખીલવાડ સમાન છે તેમ જણાવી આ કાર્યવાહીના વિરોધમાં ગામલોકોએ આવતીકાલે મામલતદાર કચેરીએ રૂબરૂ જઈ આવેદનપત્ર આપવાનું પણ જણાવ્યું હતું. 

Panchang

dd