• સોમવાર, 29 જૂન, 2026

અદાણી પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો ઐતિહાસિક છ દિવસીય વિજ્ઞાન કેમ્પ

મુંદરા, તા. 28 : અદાણી પબ્લિક સ્કૂલ, મુંદરાએ વિદ્યાર્થીઓના વેકેશનને જ્ઞાન અને અનુભવની તકમાં બદલી નાખતાં એક અનોખા છ દિવસીય વિજ્ઞાન સમર કેમ્પનું આયોજન કર્યું હતું. જિલ્લામાં આવી પ્રથમ વખતની પહેલમાં 500થી વધુ વિદ્યાર્થીએ  ભાગ લીધો હતો. અમદાવાદના અનુભવી વિજ્ઞાન નિષ્ણાતોની ટીમ ખાસ આ કેમ્પ માટે મુંદરા આવી હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પુસ્તકી જ્ઞાનની સીમાઓમાંથી બહાર કાઢીને વ્યવહારૂ પ્રયોગો, શોધ અને અન્વેષણ આધારિત શિક્ષણ આપવાનો હતો. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને પર્યાવરણ વિજ્ઞાન જેવા વિવિધ વિષયોમાં જાતે પ્રયોગો કર્યા.  આ વિજ્ઞાન સમર કેમ્પ અદાણી પબ્લિક સ્કૂલ, મુંદરાની સતત ચાલતી વિવિધ પહેલોમાં નવીનતમ કડી છે.  

Panchang

dd