લંડન, તા. 28 : ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ સામે
છ વિકેટે પરાસ્ત થઈને ભારતીય મહિલા ટીમ ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ, પુરુષ ટીમ ઈન્ડિયા પણ આયર્લેન્ડ સામે ટી-20 શ્રેણી હારી ગઈ હતી. લોર્ડઝમાં
મહિલા ટીમોના મુકાબલામાં સુકાની હરમનપ્રીત કૌરની અર્ધસદી પણ ભારતને જીત અપાવી શકી ન
હોતી. જેને પગલે ક્રિકેટપ્રેમીઓ હતાશ થઈ ગયા હતા. બેલફાસ્ટમાં આયર્લેન્ડે ઈતિહાસ રચતાં
પહેલીવાર ભારતને ટી-20 શ્રેણીમાં
હાર આપી હતી. પુરુષોની મેચમાં પણ તિલક વર્માની અર્ધસદી જીત અપાવી નહોતી શકી અને ભારતની
શરમજનક હાર થઈ હતી.