• સોમવાર, 29 જૂન, 2026

નખત્રાણામાં સુધરાઇ દ્વારા આતંક ફેલાવતા આખલાને પકડવાનો પ્રારંભ

નખત્રાણા, તા. 28 : નગર પાલિકા દ્વારા શહેરમાં લોકોના જીવ જોખમમાં મૂકતા આખલાઓને પકડી પાંજરા પોળમાં મૂકવા શરૂ કરાયું હતું. જે અંતર્ગત 15 આખલાને પકડી અહીંની ગૌશાળા કેન્દ્રમાં મૂકાયા હતા. સુધરાઇ પ્રમુખ વસંતભાઇ વાઘેલા, ચંદનસિંહ રાઠોડ, દમયંતીબેન સેંઘાણી, સવિતાબેન સોલંકી, જાગૃતિબેન પલણ તેમજ નગર સેવકો ગોવિંદભાઇ બળિયા, જયેશભાઇ કાનાણીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં ઝુંબેશ આદરવામાં આવી હતી. વિરાણી, સુખપર, નાની વિરાણી, ગણેશનગર સહિતના ગામોમાં આખલાને પકડી પાંજરાપોળ મોકલાશે તેવું યાદીમાં જણાવ્યું હતું. 

Panchang

dd