• સોમવાર, 29 જૂન, 2026

ચેઝ અને જાંગુએ છઠ્ઠી વિકેટમાં 401 રનની ભાગીદારી કરી ઇતિહાસ રચ્યો

નોર્થ સાઉન્ડ (એન્ટિગ્વા) તા. 28 : શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ ટીમના બેટર આમિર જાંગુ અને કેપ્ટન રોસ્ટન ચેઝે ઈતિહાસ રચ્યો છે. આ બન્ને વચ્ચે પહેલા દાવમાં 603 દડામાં 401 રનની છઠ્ઠી વિકેટમાં વિક્રમી ભાગીદારી થઇ હતી, જે 149 વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં છઠ્ઠી વિકેટમાં 400 રન ઉપરની પહેલી ભાગીદારી છે. બીજી ટેસ્ટ રમી રહેલા આમિર જાંગુએ 233 રનની અને કપ્તાન રોસ્ટન ચેઝે 184 રનની ઇનિગ્સ રમી હતી. આ બન્નેએ ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને બેન સ્ટોકસનો 2016માં દ. આફ્રિકા વિરુધ્ધ છઠ્ઠી વિકેટમાં 399 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડયો હતો. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં આ બીજી સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા 198માં સોબર્સ અને હંટ વચ્ચે પાક. સામે બીજી વિકેટમાં 46પ રનની ભાગીદારી થઇ હતી. શ્રીલંકા સામે વેસ્ટ ઈન્ડિઝ ટીમે 9 વિકેટે 629 રન કરી તેનો દાવ ડિકલેર કર્યો હતો. શ્રીલંકા ટીમ 308 રને ઓલઆઉટ થઇ હતી. ફોલોઓન થયા પછી મેચના ચોથા દિવસના અંતે તેના 1 વિકેટે 1પ રન થયા હતા. 

Panchang

dd