• શુક્રવાર, 19 જૂન, 2026

આધોઈમાં મહિલા સામે અશ્લીલ ચેષ્ટા કરતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 18 : ભચાઉના આધોઈમાં એક મહિલાની સામે ખરાબ ઈશારા કરતા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આધોઈમાં રહેનાર એક મહિલાએ બનાવ અંગે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કરણ રામજી કોળી નામના શખ્સે મહિલા સામે મેઢેથી સિસોટી મારી, આંખ મારી, બંને હાથ વડે દિલ બનાવી અશ્લીલ ઈશારા કર્યા હતા. ગત તા. 16/6ના રાત્રે 8.30ના અરસામાં બનેલા આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd