• સોમવાર, 08 જૂન, 2026

હાજાપર પાસે ઓવરલોડ ખનિજની બે ટ્રક જપ્ત

ભુજ, તા. 7 : અબડાસા તાલુકાના હાજાપર પાસે ઓરવલોડ બેન્ટોનાઈટ (ખનિજ) ભરેલી બે ટ્રક તંત્રે જપ્ત કરીને કાર્યવાહી કરી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને નાયબ કલેક્ટર ચેતન પ્રજાપતિની સૂચના અનુસાર અબડાસાના મામલતદાર એ.આર. નિનામા અને તેમની ટીમ દ્વારા આજે હાજાપર-વિંઝાણ માર્ગ પર બેન્ટોનાઈટ (ખનિજ) વહન કરતી ટ્રક નં. જીજે-20-ઝેડ-6666 અને જીજે-36-એક્સ 7845ને સીઝ કરી હતી. એક ટ્રકમાં 1.25 મેટ્રિક ટન તથા બીજીમાં 4.25 મેટ્રિક ટન એમ બંને ટ્રકમાં કુલ 5.50 મેટ્રિક ટન બેન્ટોનાઈટ ઓવરલોડ ભરેલું હતું. આમ બંને ટ્રક કિં. રૂા. 30-30 લાખ સહિત કુલ રૂા. 60,350નો મુદ્દામાલ જપ્ત કરી કોઠારા પોલીસને કબજો સુપરત કરવામાં આવ્યાની વિગતો મામલતદારે જાહેર કરી છે. 

Panchang

dd