• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ચેક પરતના કેસમાં નલિયાના આરોપીને એક વર્ષની કેદ

ભુજ, તા. 20 : ચેક પરતના કેસમાં નલિયાના આરોપી મોહન હમીરજી રાઠોડને ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ જજે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા અને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ફરિયાદી ધનજી સામજી બકુત્રાએ આરોપી મોહન રાઠોડને રૂા. 12,00,000 ઉછીના આપ્યા હતા, જે પેટે અપાયેલો ચેક પરત ફર્યો હતો. આ કેસમાં અદાલતે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની પૂરેપૂરી રકમ 30 દિવસમાં વળતર તરીકે ચૂકવવા આદેશ કર્યો હતો, જે ન ચૂકવાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો આદેશ કરાયો હતો. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાત્રી આનંદ શશિકાંત જોશી અને દર્શન અરવિંદભાઈ શેઠ હાજર રહ્યા હતા.  

Panchang

dd