ભુજ, તા. 20 : માનકૂવા પોલીસ મથકની હદમાં
આવતા સેડાતામાં આવેલા ધ વિલા રિસોર્ટમાં ગત 2024માં બનેલા આપઘાતના બનાવમાં હવે ત્રણ જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ
હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, હતભાગી
સચિન જયપ્રકાશ સૈનીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, ધ વિલા રિસોર્ટમાં હાઉસ કીપિંગનું કામ કરતા સચિનને તેના ઉપરના હોદ્દાના ત્રણ
કર્મચારી કુલદીપસિંગ પ્રદ્યુમનસિંગ ગરિયા, બિપાશા વીરેન્દ્રસિંગ
ચટ્ટોપાધ્યાય અને અંતરસિંગ સુંદરસિંગ પોશતાએ
ત્રાસ આપતાં તેમના પુત્રએ અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે માનકૂવા પોલીસે
ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.