• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

અંજારમાં વૃદ્ધ ઉપર છરી વડે જીવલેણ હુમલો

ગાંધીધામ, તા. 20 : અંજારના સોરઠિયા નાકા પાસે એક વૃદ્ધ ઉપર શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. બનાવમાં ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે લઈ જવાયા હતા. અંજારના મધુબન પાર્કની સામે સોરઠિયા નાકા બહાર રહેનાર ફરિયાદી મૂળજી લાધા હડિયા (ઉ.વ. 65) ગઈકાલે  ઢળતી બપોરે પાળિયાદાદાનાં મંદિર ખાતે બેસવા ગયા હતા ત્યારે તેમના બનેવી શાંતિલાલ રામજી બલદાણિયા ત્યાં આવી અમારા ઘરનો કાચનો નકશો આવી ગયો છે તમે જોતા જાવ તેમ કહેતાં આ બંને નકશો જોઈ રહ્યા હતા તેવામાં આરોપી મૂળજી મનજી કાતરિયા રિક્ષા લઈને ત્યાં આવ્યો હતો અને છરી કાઢી ફરિયાદી વૃદ્ધને પેટ, છાતી, ખભામાં ઘા ઝીંકી દીધા હતા અને આ વખતે બચી જઈશ તો બીજી વખતે જીવતો નહીં મૂકું તેમ કહી ત્યાંથી નાસી ગયો હતો. કેવા કારણોસર વૃદ્ધ ઉપર હુમલો કરાયો તે બહાર આવ્યું નહોતું. પોલીસે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd