ગાંધીધામ, તા. 20 : શહેરના જીઆઈડીસીમાં કંપનીમાંથી
રૂા. 9,33,001નો માલ ભરી રતલામ મધ્યપ્રદેશ
પહોંચાડવાની જગ્યાએ વચ્ચે જ ક્યાકં સગેવગે કરી નાખતાં ટ્રકચાલક સામે ગુનો દર્જ કરાયો
હતો. શહેરની મહાનગરપાલિકા કચેરી નજીક રુદ્ર રોડલાઈન્સ નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં કામ
કરનારા ફરિયાદી વિરમ નારણ મરંડને ગત તા. 1/2ના રતલામની ડી.પી. પ્લાસ્ટિકમાંથી સત્યનારાયણ ગેહલોતએ ફોન કર્યે
હતો અને ગાંધીધામ જીઆઈડીસી મેટ ઓવરસીસ આઈ.એન.સી. કંપનીમાંથી રૂા. 9,33,001નો પ્લાસ્ટિકનો રો મટિરિયલ
લઈ આવવા વરધી આપી હતી. ફરિયાદી પાસે કોઈ ગાડી ફ્રી ન હોવાથી તેણે ટ્રાન્પોર્ટના ગ્રુપમાં
મેસેજ નાખ્યો હતો. બાદમાં ફરિયાદીને અયુબખાના નામના શખસે ફોન કરી તમારો મેસેજ આવ્યો
હોવાનું કહ્યું હતું અને પોતે ગાડી નંબર જી.જે.-23-એડબલ્યુ-2668 લઈને મુંદરા
આવ્યો હોવાની જાણ કરી હતી. ફરિયાદી લગ્નમાં રોકાયેલા હોવાથી આ ટ્રકચાલકને રૂબરૂ ન મળી
ભાડું નક્કી કર્યું હતું. બાદમાં આ ટ્રકચાલક ગાંધીધામ આવી માલ ભરી અહીંથી રતલામ જવા
નીકળ્યો હતો. તેવામાં ફરિયાદીએ રતલામની કંપનીમાં ફોન કરી માલ પહોંચ્યો કે નહીં તેવું
પૂછતાં હજુ ગાડી ન આવી હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ આ ટ્રકચાલકને વારંવાર ફોન કરતાં
તેનો ફોન બંધ આવતો હતો. તેણે રસ્તામાં રૂા. 9,33,001નો માલ સગેવગે કરી છેતરપિંડી,
વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.