ગાંધીધામ, તા. 15 : અંજાર
પોલીસે નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડયા હતા. અંજાર પોલીસ મથકે બે ર્વૅ અગાઉ મકલેશ્વર નગર-1નાં હેમલ નવીનચંદ્ર દવે સામે કિંમતી જમીન પચાવી પાડવા
ખોટા દસ્તાવેજ, છેતરપિંડી સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. ત્યારથી આ શખ્સ
પકડમાં આવતો નહતો દરમ્યાન પોલીસે પૂર્વ બાતમીના આધારે તેને પકડી પાડયો હતો. તેમજ જુનાવાસ
માધાપરમાં રહેનાર પરેશ વિનોદ ઠક્કર ઉર્ફે પંકજ હકુમત ભોજવાણી સામે પણ બે વર્ષ અગાઉ
કિંમતી જમીન પચાવી પાડવા ખોટા દસ્તાવેજ, છેતરપિંડી સહિતની કલમો
તળે ગુનો નોંધાયો હતો. બે વર્ષથી હાથમાં ન આવતા આ શખ્સને પૂર્વ બાતમીના આધારે પોલીસે
પકડી પાડયો હતો.